અમદાવાદ સ્થિત જીનિયસ કિડ – સેટેલાઇટએ આંતરરાષ્ટ્રીય સ્તરે કમાલ કરી બતાવી છે. 18 આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીત્યા બાદ, દુબઈમાં વર્લ્ડ માઇન્ડ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતીય વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતા સાબિત કરી છે.
માહી ગજ્જર, નિસર્ગ ગજ્જર, રુદ્રાંશ ઠક્કર, અભિ અગ્રવાલ, હનવિકા ઠક્કર અને દેવાંશ શાહે મેન્ટલ મેથેમેટિક્સ, રુબિક્સ ક્યુબ, એનફિક્સ અને વર્ડ બેંક કેટેગરીમાં વિજયી થઈ ટ્રોફી જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.
જીનિયસ કિડના અભ્યાસક્રમને વૈશ્વિક માન્યતા મળતી થઈ છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેનો અભિગમ પ્રેરણાસ્રોત બની રહ્યો છે.