ડભોઇ શહેર અને તાલુકામાં બકરા ઈદ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી ડભોઇ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરો એ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઈદ ઉલ અઝહા ઈદની ઉજવણી કરી હતી ઈદની પૂર્વ સંધ્યાય બજારોમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો મહિલાઓ પુરુષો ઉમટી પડ્યા હતા અને સવારે શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં ઈદગાહ સહિત ઈદ નમાજ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવર ની કુરબાની કર્યા બાદ ત્રણ હિસ્સામાં તક્ષિમ કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ પર ફૂલ ચાદર ચઢાવી પૂર્વજો માટે દુવા ગુજારી હતી બાદમાં નવા પોષાકો પરિધાન કરી વિશેષ વાજીબ નમાઝ અદા કરવા ઈદગાહ મેદાન તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદઉલ અઝહા બકરા ઈદ ની નમાજ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે એવી દુઆ ગુજારી હતી તાલુકાના ચાંદોદ માંડવા ભીલાપુર ચનવાડા મોતીપુરા સિધ્યાપુરા.તરસાણા. સેગુવાડા કુંઢેલા કાયાવરણ અકોટી તેનતલાવ સહિત ગામોમાં ઈદ ની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી ડભોઇ ઈદગાહ મેદાન ખાતે મૌલાના અનવર અશરફીએ ઈદ ઉલ અઝહા બકરા ઈદની નમાજ અદા કરાવી હતી તેમજ ડભોઇની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાજ મુસ્લિમ દ્વારા અદા કરી એકબીજાને છાતી સરસો ભેટી મુબારક બાદ પાઠવી હતી આ પ્રસંગે ડભોઈ શહેર કાજી સૈયદ સૈફુદ્દીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે એકબીજાને ગલે લાગીને ઈદ મુબારક પાઠવી હતી આવ્યો હતો અને શાંતિપૂર્વક ઈદ નો તહેવાર મુસ્લિમ બિરાદરો એ મનાવ્યો હતો.
REPORTER : _ફકીરા ખત્રી ડભોઈ