Vadodara Molestation Case : વડોદરાના પાદરા તાલુકામાં દિકરીની ઉંમરની સગીરા જોડે આધેડે ઘરની બહાર લિફ્ટમાં અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સગીરા શાળામાં ભણવા જાય ત્યારે તે તેનો પીછો કરતો હતો, અને તેને આંખો અને હાથથી ગંદા ઇશારા કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે.
પાદરા પોલીસ સ્ટેશનમાં મનોજ ભીખાભાઇ પટેલ (ઉં. 42) (રહે.પાતળીયા હનુમાન રોડ, પાદરા) વિરૂદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જાન્યુઆરી માસમાં સગીરાના ઘર બહાર અડપલા કરીને વિકૃતિ આચરી હતી. ત્યાર બાદ સગીરા શાળામાં ભણવા જાય ત્યારે તે આવતા-જતા રસ્તા પર તેનો પીછો કરતો હતો. અને આંખો તેમજ હાથ વડે ગંદા ઇશારા કરીને સતામણી કરતો હતો. અપશબ્દો બોલી વાળ પકડીને માર માર્યો હતો.
સગીરાના ઘરની બહાર ઉભા રહીને અવાર નવાર સતત હોર્ન મારીને પરેશાન કરતો હતો. તેના ઘરે ઠપકો આપવા જતા તેણે સગીરા જોડે ગેરવર્તણુંક કરી હતી. અને ગમે તેમ ગાળો બોલીને વાળ પકડીને માર માર્યો હતો.