E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratVadodaraવડોદરાના કારેલીબાગમાંથી દારૂનું ગોડાઉન પકડાયું : દારૂની 542 બોટલ અને બિયરના 169...

વડોદરાના કારેલીબાગમાંથી દારૂનું ગોડાઉન પકડાયું : દારૂની 542 બોટલ અને બિયરના 169 ટીન કબજે

Vadodara Liquor Crime : વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્ષની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપ રાવ જાદવ (રહે-વિઠ્ઠલ કૃપા સોસાયટી, મૂળ રહે-નારાયણ કોમ્પલેક્ષ કારેલીબાગ) મળી આવ્યો હતો. તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફે પીંશુ વિપુલભાઈ ચૌધરી (રહે-શિવાજી ચોક, સલાટ વાડા) પણ મળી આવ્યો હતો. મકાનમાંથી પ્લાસ્ટિકની ચાર ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો. 

પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પીંશુએ જણાવ્યું હતું કે કારેલીબાગ આરબીજી કોમ્પલેક્ષમાં રહેતો પીનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડીલીવરી આપવા માટે તેણે મને કાર આપી હતી. મને માસિક 15000 રૂપિયા પગાર આપતો હતો. ભાવિનને માસિક 30000 રૂપિયા પગાર ચૂકવતો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની 542 બોટલ કિંમત રૂપિયા 1.99 લાખ તથા બિયરના 169 ટીન કિંમત રૂપિયા 37,180 મળી કુલ 2.36 લાખનો દારૂનો જથ્થો કર્યો છે. જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બે કાર અને રોકડા મળી કુલ 4.78 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments