E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratAhmedabadઅમદાવાદ: પતિના અનેક સ્ત્રીઓ સાથે સંબંધ અને અત્યાચારથી કંટાળીને યુવતીએ મહિલા વેસ્ટ...

અમદાવાદ: પતિના અનેક સ્ત્રીઓ સાથે સંબંધ અને અત્યાચારથી કંટાળીને યુવતીએ મહિલા વેસ્ટ પોલીસમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ:અમદાવાદ શહેરના ભાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ પોતાના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે સચિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીત મહિલાના જણાવ્યા મુજબ, પતિ ભૌમિક દિનેશભાઈ પટેલ અનેક મહિલાઓ સાથે અયોગ્ય સંબંધોમાં હતો અને એટલું જ નહીં, પોતે વિરોધ કરતી ત્યારે તેની સાથે વારંવાર ગાળો આપી શારીરિક હિંસા કરતો હતો.

મહિલાએ જણાવ્યું કે, તેણીનું પહેલા વિરમગામના રવિ પટેલ સાથે લગ્ન થયેલા હતા, પરંતુ ત્રાસથી કંટાળી છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ 27 નવેમ્બર, 2015ના રોજ તેણીએ બીજી વખત ભૌમિક પટેલ સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તેમના બે સંતાનો છે – હેપ્પી (ઉ.વ. 7) અને હેનિલ (ઉ.વ. 10 માસ).

મહિલાના કહેવા મુજબ, ભૌમિકના મોબાઇલમાં બારોડાની મોનિકા પટેલ અને બોપલની વિરલ પટેલ સાથેના ફોટા અને સંદિગ્ધ મેસેજીસ મળતા ઝઘડા સર્જાતા હતા. પતિ આવા સંબંધોને છુપાવવાનો પ્રયાસ કરતો હતો. ઉપરાંત, પતિ નશાની આદત ધરાવતો હોવાથી ઘરમાં રોજમરાના ઝઘડા સામાન્ય બની ગયા હતા.

મહિલાએ પોતાની જાણકારી મુજબ પોલીસને કહ્યું કે પતિ વારંવાર દારૂ પીને ઘેર આવતો, પિયરમાંથી રૂપિયા લાવવા દબાણ કરતો અને સંતાનની સારવારમાં પણ ભાગ લેતો નહીં. છેલ્લે 29 એપ્રિલ 2025ના રોજ પતિના ત્રાસથી કંટાળી યુવતી સંતાનો સાથે પિયર શરણે ગઈ હતી અને ત્યારથી પતિએ કોઇ સંપર્ક કર્યો નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments