E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે

Bollywood : રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે

દીપિકા પદુકોણે થોડા દિવસો પહેલાં જ સંકેત આપ્યો હતો કે તે રણબીર કપૂૂર સાથે એક રોમકોમ ફિલ્મ કરવાની છે. હવે એવી વાત બહાર આવી છે કે આ એ જ ફિલ્મ હશે જેનાથી રણબીર કપૂર તેના દાદા રાજ કપૂરનું આર કે બેનર રિવાઈવ કરી રહ્યો છે. વધુમાં આ ફિલ્મ રાજ કપૂર અને  નરગિસની ક્લાસિક  ફિલ્મ ‘ચોરી ચોરી’ પર આધારિત હશે તેમ પણ કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે મૂળ ‘ચોરી ચોરી ‘  ફિલ્મ  પણ વાસ્તવમાં હોલીવૂડની એક ફિલ્મ ‘ઈટ હેપન્ડ વન નાઈટ’નું ભારતીય રુપાંતર જ હતી. આ જ વાર્તા પરથી આમિર ખાન અને પૂજા ભટ્ટની ‘દિલ હૈ કિ માનતા નહિ’ પણ બની ચૂકી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments