E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGandhinagarGandhinagar : રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા

Gandhinagar : રોયલ્ટીપાસ વગર રેતીની હેરાફેરી કરતા૩ ડમ્પર રોડ પરથી પકડાયા

ગાંધીનગર જિલ્લામાં બિનકાયદેસર ખનિજ ખનન અને વાહનવ્યવહાર પર અંકુશ લગાવવા ભુસ્તર તંત્ર દ્વારા નદીના પટમાં દરોડા પાડવાની ઉપરાંત હાઇવે માર્ગ ઉપર રોયલ્ટી પાસ વગર કે ઓવરલોડેડ ખનીજની ગેરયાદે હેરાફેરી કરતા તત્વો સામે પણ લાલ આંખ કરી છે. જે અંતર્ગત રોયલ્ટી પાસ વગર કે ઓવરલોડ ખનિજ લઈ જતાં ત્રણ ડમ્પરો પકડી પાડવામાં આવ્યા છે, જેની કુલ કિંમત આશરે ૧.૦૫ કરોડ રૃપિયા છે.

ગાંધીનગરમાં રેતી સહિત ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરતા તત્વો સામે કડક પલગા ભરવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જેના પગલે ભુસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ દ્વાસ્ક્ષેત્રિય ટીમોને કામે લગાડી છે. જેમાં દહેગામ, લીંબડીયા અને છત્રાલ વિસ્તારમાં ચાલુ ચેકિંગ દરમિયાન ભૂસ્તર વિભાગની ક્ષેત્રીય ટીમે બે ડમ્પર રોયલ્ટી પાસ વગર અને એક ડમ્પર મંજૂર કરતાં વધુ ઓવરલોડ સાદી રેતી લઈ જતાં પકડી પાડયા. આ ત્રણેય વાહનોનો સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments