E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeSportsSports : ટેમ્બા બાવુમાને જોઈને વિરાટ કોહલીએ કર્યો જોરદાર નાગિન ડાન્સ

Sports : ટેમ્બા બાવુમાને જોઈને વિરાટ કોહલીએ કર્યો જોરદાર નાગિન ડાન્સ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ બુધવારે એટલે કે 3 નવેમ્બર, 2025ના રોજ રાયપુર ખાતે રમાઈ હતી જેમાં મેચ દરમિયાન કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે..આ મેચ દરમિયાન સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકાફરી હતી. જોકે આ મેચની રસપ્રદ વાત એ છે કે જ્યારે કોહલીએ સાઉથ આફ્રિકાના ખેલાડી બાવુમાને ક્રીઝ પર જોયો ત્યારે એક જોરદાર કોમેડી એક્શન કરી હતી.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ બુધવારે રાયપુરમાં રમાઈ હતી. જોકે આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સંપૂર્ણ ફોર્મમાં દેખાયો હતો. તેણે ટીમ માટે પહેલા બેટિંગ કરતી વખતે 102 રનની સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે ફિલ્ડિંગ કરતી વખતે ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. પોતાની લાક્ષણિક શૈલીમાં, તેણે વિરોધી ટીમ પર જોરદાર કોમેડી એક્શન કરીને દબાણ બનાવ્યું હતું.

વિરાટ કોહલીનો ડાન્સ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે કોહલીએ આ ડાન્સ કર્યો ત્યારે તેણે બાવુમાને જોઈને જોરદાર કોમેડી એક્શન કરી હતી. આ ઘટના સમયે બાવુમા ક્રીઝ પર આવ્યો હતો અને કોહલીએ ડાન્સ ચાલુ કરી દીધો . કેટલાક લોકો આ ડાન્સને બાવુમા સાથે જોડી રહ્યા છે. કોહલીના ચાહકોનું માનવું છે કે કોહલી બાવુમાનું ધ્યાન ભટકાવવા માટે આવું કરી રહ્યો હતો. મેચ દરમિયાન તે ચોક્કસ રીતે હાથ હલાવતો પણ જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments