E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : યુવતીએ ન્યૂડ વીડિયો કોલ કરી યુવકને ફસાવ્યો, બદનામ નહીં કરવા...

Surat : યુવતીએ ન્યૂડ વીડિયો કોલ કરી યુવકને ફસાવ્યો, બદનામ નહીં કરવા 20 લાખની ખંડણી માંગી

સુરતમાં ન્યૂડ વીડિયો કોલ કરી હની ટ્રેપમાં ફસાવવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં પોલીસે એક યુવતી સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે રોકડ સહિત 2.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવતા હતાં.

સુરતમાં ન્યૂડ વીડિયો કોલ કરી હની ટ્રેપમાં ફસાવવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં પોલીસે એક યુવતી સહિત બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે રોકડ સહિત 2.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવતા હતાં.

સુરત ક્રાઈમ બ્રાંચના ડીસીપી ભાવેશ રોજિયાએ કહ્યું હતું કે, શહેરમાં એક યુવકને હની ટ્રેપમાં ફસાવીને 20 લાખની ખંડણી લેતા એક યુવતી સહિત બે લોકોને ઝડપી લેવાયા છે. ક્રાઈમ બ્રાંચે આરોપી અભિષેક સંજય શેઠીયા અને હેતલ બારૈયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી 20 લાખ રોકડા, ત્રણ મોબાઈલ સહિત કૂલ 20.85 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પકડાયેલી મહિલા આરોપી અને ફરિયાદી ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતાં. બંને વચ્ચે સતત વાતચીત થતી હતી અને વીડિયોકોલથી પણ વાત કરતા હતાં.

ડીસીપી ભાવેશ રોજિયાએ વધુમાં કહ્યું હતું કે, આ મહિલાએ ન્યૂડ વીડિયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને યુવકને ફસાવ્યો હતો. ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ નહીં કરવા તેમજ સમાજમાં બદનામ નહીં કરવા લાખો રૂપિયા માંગ્યા હતાં. તેમણે ફરિયાદી પાસે 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને અંતે 20 લાખ રૂપિયા નક્કી કર્યા હતાં. આ મામલે યુવકે સુરત ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વોચ ગોઠવી બંને જણાને પકડી પાડ્યા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments