E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratNavsari : ચીકન ફાર્મિંગ કંપની સાથે સુરતના ઇસમે આચરી રૂ.50 લાખની...

Navsari : ચીકન ફાર્મિંગ કંપની સાથે સુરતના ઇસમે આચરી રૂ.50 લાખની છેતરપિંડી

નવસારી જિલ્લામાં ચિકન ફાર્મિંગના વ્યવસાય સાથે જોડાયેલી ચીખલી સ્થિત એક કંપની સાથે સુરતના એક ઇસમે રૂ.50 લાખની મોટી છેતરપિંડી આચરતા ચકચાર મચી છે. સુરતના અવેશ મેમણે ચીખલીની કંપની સાથે વિશ્વાસ કેળવીને ચિકન ફાર્મિંગ માટે કરાર કર્યો હતો. કરારના ભાગરૂપે તેણે કંપની પાસેથી હજારોની સંખ્યામાં ચિકન અને તેના ખોરાકની ગુણો મેળવ્યા હતા. જોકે કરારબદ્ધ હોવા છતાં ઠગ અવેશ મેમણે કંપનીની જાણ બહાર જ આ હજારો ચિકન અને ખોરાકની બેગ વેચી માર્યા હતા.

આ રીતે તેણે ચિકન ફાર્મિંગ કંપનીને આશરે રૂ.50 લાખનો ચૂનો ચોપડ્યો હતો અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. કંપનીના સંચાલકોએ આ અંગે મરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર થઈ ગયેલા ઠગ અવેશ મેમણને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments