E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : FDCA ના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચતા મેડિકલ...

Ahmedabad : FDCA ના દરોડા, પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચતા મેડિકલ સ્ટોર્સ પર તવાઈ

FDCAની ટીમે દરોડા દરમિયાન ફાર્મસિસ્ટની ગેરહાજરીમાં પણ કફ સિરપનું વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તમામ 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે.

અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) વિભાગ દ્વારા શહેરના 8 જેટલા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી પ્રિસ્ક્રિપ્શન (ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન) વગર ગેરકાયદેસર રીતે કફ સિરપનું વેચાણ કરવા બદલ કરવામાં આવી છે. FDCAની ટીમે દરોડા દરમિયાન ફાર્મસિસ્ટની ગેરહાજરીમાં પણ કફ સિરપનું વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તમામ 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે.

જે મેડિકલ સ્ટોર્સ પર તપાસ કરવામાં આવી તેમાં મુખ્યત્વે નીચેના સ્થળોનો સમાવેશ થાય છે.
ઘાટલોડિયા: એપોલો ફાર્મસી, ક્રિષ્ના મેડિકલ
સેટેલાઇટ: સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા
અન્ય સ્થળો: નમઃ વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ
વેજલપુર અને પ્રહલાદનગર: એપોલો ફાર્મસીની શાખાઓ
FDCA દ્વારા આ પગલું યુવાનોમાં કફ સિરપના દુરુપયોગને રોકવા માટે લેવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments