E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : રાજ માર્કેટમાં 7 કલાક પછી પણ આગ બેકાબૂ, ફાયરના...

Surat : રાજ માર્કેટમાં 7 કલાક પછી પણ આગ બેકાબૂ, ફાયરના દાવા છતાં પરિસ્થિતિ વણસી

7 કલાકથી વધુ સમય વીતી જવા છતાં આગ પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી શકાયું નથી. માર્કેટના બિલ્ડિંગના 9મા માળે આવેલી દુકાનોમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી.

સુરતના રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બિલ્ડિંગના 9મા માળે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને 7 કલાકથી વધુ સમય વીતવા છતાં તેના પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો નથી. ફાયર વિભાગે શરૂઆતમાં આગ કાબૂમાં હોવાનો દાવો કર્યો હતો, પરંતુ હવે આગ બિલ્ડિંગના પેસેજ સહિત અન્ય જગ્યાઓ પર પણ ફેલાઈ ચૂકી છે.

આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 130 જેટલી ગાડીઓ અને 300થી વધુ ફાયર જવાનો યુદ્ધના ધોરણે કાર્યરત છે. આગ બુઝાવવા માટે અત્યાર સુધીમાં 15 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. દુર્ભાગ્યવશ, આગ ઓલવવાના પ્રયાસો દરમિયાન ફાયર વિભાગના ત્રણ જવાનો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ પર નિયંત્રણ મેળવવું પડકારજનક બન્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments