E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratSabarkantha : કરોડોની છેતરપિંડી મામલે સિકંદર લોઢા ગેંગ સામે ગુનો દાખલ, ગુજસીટોક...

Sabarkantha : કરોડોની છેતરપિંડી મામલે સિકંદર લોઢા ગેંગ સામે ગુનો દાખલ, ગુજસીટોક હેઠળ થશે કાર્યવાહી

સાબરકાંઠામાં સિકંદર લોઢા ગેંગ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઠગાઇ કરનારી સિકંદર લોઢા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે

સાબરકાંઠામાં ઠગાઈ કરતી ટોળકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટોળકી દ્વારા 5 કરોડ રૂપિયાથી વધુની છેકરપિંડી કરવામાં આવી છે. આ ટોળકીનું નામ સિકંદર લોઢા ગેંગ છે. આ ગેંગ સામે હવે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ગેંગ દ્વારા લોકોને વિદેશ જવા માટે વિઝા અને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ લાલચ આપીને આ ગેંગ લોકો પાસેથી પૈસા પડાવતી હતી.

સાબરકાંઠામાં સિકંદર લોઢા ગેંગ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઠગાઇ કરનારી સિકંદર લોઢા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓએ 5 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. વિદેશમાં નોકરી અપાવવાના બહાને લોકોને છેતર્યા હતા. અલગ અલગ જિલ્લામાં આરોપીઓએ તેમની ઓફિસની બ્રાન્ચ ખોલી હતી. આરોપીઓએ સિકંદર લોઢા ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડની બ્રાન્ચ હિંમતનગર, અમદાવાદ, દિલ્હી અને મુંબઈમાં ખોલી હતી. આ ઓફિસમાં આરોપીઓ દ્વારા પાસપોર્ટ સહિત વિદેશમાં નોકરી અપાવવાના નામે હજારો લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ લોકો ગેંગ સ્વરૂપે લોકોને લૂંટતા હોવાના કારણે પોલીસે ગુજસીટોક લગાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments