E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : તડકેશ્વર અને ઉશ્કેર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દરોડા,...

Surat : તડકેશ્વર અને ઉશ્કેર ગામે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દરોડા, 54 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઇ

સુરત જીલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર અને ઉશ્કેર ગામે આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 99 વીજ ચોરી ના કેસ સાથે 54 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી દંડનાત્મક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજ

સુરત જીલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર અને ઉશ્કેર ગામે આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 99 વીજ ચોરી ના કેસ સાથે 54 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી દંડનાત્મક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

આજ રોજ વહેલી સવારે વીજ ચોરોની ઉંઘ હરામ થઈ હતી. અરેઠ તાલુકાના ગામોમાં વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની ના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ટી.કે. ચૌધરીના માર્ગ દર્શન હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ વિભાગ ને સાથે રાખી ને વહેલી સવારે થી બપોર સુધી રેડ કરવામાં આવી હતી. દરોડા પાડવા માટે લગભગ 50 ટીમો અને પોલીસનો મોટો કાફલો તડકેશ્વર અને ઉશ્કેર ગામે પહોંચ્યો હતો.

200 થી વધુ વીજ કર્મચારીઓ ટેક્નિકલ ટીમ 50 થી વધુ પોલીસ કર્મચારીઓ આ રેડ માં જોડાયા હતા. દક્ષિણ ગુજરાત વીજ કોર્પોરેશન વિજિલન્સ ની ટીમે સમગ્ર વિસ્તારમાં દરેક વીજ ગ્રાહકના ઘરે જઈને મીટર, વાયરિંગ અને કનેક્શનનું ઝીણવટભર્યું વેરીફિકેશન કર્યું હતું. મુખ્ય લાઈન માં લંગર નાખી વીજ ચોરી, તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી સહિત ઘણા સ્થળોએ શંકાસ્પદ કનેક્શન મળી આવતા, સંબંધિત વ્યક્તિઓ પાસેથી તાત્કાલિક પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.

ડીજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ દરોડા દરમિયાન વીજ ચોરી ના કુલ 99 કેસમાં 54 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. વહેલી સવાર થી બપોર સુધી ચાલેલ વીજ ચેકીંગ પ્રક્રિયા દરમ્યાન વીજ ચોરો માં પકડાયેલા વીજ ચોરો ફફડાટ વ્યાપી ગયો હતો. ડિજીવીસીએલ દ્વારા ચોરી કરતા ઈસમો તેમજ વીજ પુરવઠા સાથે છેડછાડ કરતા વ્યક્તિ દંડનાત્મક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments