E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : રાજ્યમાં અકસ્માતનો સિલસિલો, રાજકોટમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત, અંકલેશ્વરમાં...

Gujarat : રાજ્યમાં અકસ્માતનો સિલસિલો, રાજકોટમાં હિટ એન્ડ રનમાં યુવકનું મોત, અંકલેશ્વરમાં રિક્ષામાં સવાર મહિલા જીવતી ભૂંજાઈ

ગુજરાતના વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. પરંતુ રાજ્યના માર્ગો સ્મશાન બનવા લાગ્યા છે. જાહેર માર્ગો પર અકસ્માતની સંખ્યા વધી રહી છે. આજે પણ ગુજરાતમાં અનેક સ્થાનો પર અકસ્માતનો સિલસિલો જોવા મળ્યો.

રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું. સરધાર પાસે અજાણી કારે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. અજાણી કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક સવાર યુવક ભાર્ગવ રાઠોડ રોડ પર ફાંગોળાઈ ગયો હતો. કાર સાથે જોરદાર ટક્કર થતા યુવકનું મોત થયું. અકસ્માતને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે યુવકના મોતને પગલે મૃતકના પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.

અંકલેશ્વર વાલિયા રોડ પર બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બાદ બન્ને વાહનોમાં આગ ફાટી નીકળી. રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ ગઈ. જયારે રીક્ષામાં સવાર અન્ય 4 લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. કોસમડી ગામ નજીક સર્જાયેલ દુર્ઘટનાના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા. ઘટનાને લઈને જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી.

ખેરાલુ સિધ્ધપુર હાઈવે પર અકસ્માત સર્જાયો. ખેરાલુમાં મલેકપુર અને ગણેશપુરા વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી. વહેલી સવારે રોડની સાઈડમાં પાર્ક કરેલા ડમ્પર પાછળ ડમ્પર અથડાયું અને અકસ્માત સર્જાયો. રોડ પર ડમ્પરો ચાલકો બેફામ બન્યા છે. ડમ્પરનું કેબીનને ભારે નુકસાન થયું.સદનસીબે ડ્રાઈવર ને સામાન્ય ઈજાઓ પહોંચી. હાઈવે રોડ પર અકસ્માત થતાં બ્લોક કરાયો. બન્ને ડમ્પર ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી. પાછળથી ડમ્પર અથડાતાં આગળ ઊભેલું ડમ્પર રોડ ની નીચે ઉતરી ગયું.

અમદાવાદના ગાંધીબ્રિજ પર અકસ્માત થયો. એક પ્રાઇવેટ એમ્બ્યુલન્સે રાહદારીને ઉડાવ્યો. દર્દી ના હોવા છતાં એમ્બ્યુલન્સ પૂરઝડપે દોડતી હતી અને રાહદારીને ટકકરમાં લીધા. રાહદારીને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો. રાહદારી હાલ 108 મારફતે સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. અકસ્માત થયાની રાહદારીના પરિવારના જાણ કરવામાં આવી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments