E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : પાન પાર્લરોમાં SOG ના દરોડા, 'ગોગો પેપર' વેચનારાઓને પોલીસે...

Surat : પાન પાર્લરોમાં SOG ના દરોડા, ‘ગોગો પેપર’ વેચનારાઓને પોલીસે માફી મગાવી ઉઠક-બેઠક કરાવી

પોલીસે તમામ દુકાનદારોને ભવિષ્યમાં ફરી ક્યારેય આ પ્રકારની ભૂલ નહીં કરવાની શપથ લેવડાવ્યા હતા. પોલીસે કાયદાનું પાલન અને યુવાનોના ભવિષ્યનું મહત્ત્વ સમજાવીને દુકાનદારોને ચેતવણી આપી હતી.

સુરતમાં યુવા પેઢીમાં નશાનું પ્રમાણ વધારતા તત્ત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOGએ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાન-મસાલાની દુકાનો અને પાન પાર્લરો પર તવાઈ બોલાવી હતી, જેઓ ‘ગોગો પેપર’નું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પેપરનો ઉપયોગ મુખ્યત્વે ગાંજાના સેવન માટે થાય છે. SOG ની ટીમે અલથાણ, વેસુ, સિટીલાઈટ, પાલ અને અડાજણ જેવા સુરતના પોશ અને વ્યસ્ત વિસ્તારોમાં અલગ-અલગ પાન પાર્લરોમાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન અનેક દુકાનોમાંથી ‘ગોગો પેપર’નો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે માત્ર જથ્થો જપ્ત કરીને સંતોષ માન્યો ન હતો, પરંતુ યુવા પેઢીને નશાની લત તરફ ધકેલનારા આ વેપારીઓ સામે એક અનોખા અને કડક પગલાં લીધા હતા. પોલીસે પાન પાર્લરના દુકાનદારોને જાહેરમાં માફી મગાવી અને તેમની પાસે ઉઠક-બેઠક કરાવી હતી. આ ઉપરાંત, પોલીસે તમામ દુકાનદારોને ભવિષ્યમાં ફરી ક્યારેય આ પ્રકારની ભૂલ નહીં કરવાની શપથ લેવડાવ્યા હતા. પોલીસે કાયદાનું પાલન અને યુવાનોના ભવિષ્યનું મહત્ત્વ સમજાવીને દુકાનદારોને ચેતવણી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments