વડોદરાના નિમેટા રોડ પર રસ્તા વચ્ચે આવી ગયેલી ગાયના કારણે થયેલા અકસ્માતમાં બાઇક સવાર બે યુવકો પૈકી એકનું મોત થયું છે.

માણેજા પાસે ગાયત્રી નગરમાં રહેતા નિલેશભાઇ કુબેરભાઇ સોનારા એસ.આર.પી. ગ્રુપ-18 કેવડિયા ખાતે ગુજરાત પોલીસમાં નોકરી કરે છે. ગત 4 થી નવેમ્બરે નિમેટા ગામમાં રવાલ વડોદરા બ્રાંચ કેનાલ પર સોલાર પ્લાન્ટમાં નોકરી પર છે. ગત 10મી ફેબુ્રઆરીએ સાંજે છ વાગ્યે તેઓ મિત્ર સંજયભાઇ અર્જુનભાઇ કનોજીયા સાથે નિમેટા ગામથી તેમના રેસિડેન્સી પર જતા હતા. રાત્રે પોણા દશ વાગ્યે ઘનશ્યાપુરા ગામથી ચંપાલીયાપુરા તરફ આવતા રોડ પર અચાનક એક ગાય આવી જતા તેને બચાવવા નિલેશભાઇએ બ્રેક મારી હતી. તે દરમિયાન પાછળથી આવતો વાહન ચાલક બાઇકને ટક્કર મારી ભાગી ગયો હતો. સંજયભાઇને માથામાં ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે નિલેશ સોનારાને ઘુંટણ અને ખભા પર ઇજા થતા તેઓ પણ સારવાર હેઠળ છે.


