E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : યુવતી સાથેના મારપીટ કેસમાં મોટો આક્ષેપ, ભાગીદાર મૌલિકે મારું...

Rajkot : યુવતી સાથેના મારપીટ કેસમાં મોટો આક્ષેપ, ભાગીદાર મૌલિકે મારું શારીરિક શોષણ પણ કર્યું, કોર્ટમાં પુરાવા આપીશ

જેમાં મૌલિક નાદપરા અન્ય એક યુવતી સાથે જોવા મળ્યો હતો. આ નવા ફૂટેજે મૌલિક નાદપરાના જીવન અને વ્યવહાર અંગેના પીડિતાના આક્ષેપોને વધુ પુષ્ટિ આપી છે, જેના કારણે આ કેસમાં તપાસનું ક્ષેત્ર વિસ્તર્યું છે.

રાજકોટમાં યુવતીને માર મારવાના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં હવે એક વધુ ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. માર મારવાનો ભોગ બનેલી પીડિતા યુવતીએ મૌલિક નાદપરા સામે શારીરિક શોષણનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. આ કેસ હવે મારામારી પૂરતો સીમિત ન રહેતા તેની ગંભીરતા વધી ગઈ છે. પીડિતાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, “મારી સાથે જે શારીરિક શોષણ થયું છે તેના તમામ પુરાવા હું કોર્ટમાં રજૂ કરીશ.” યુવતીએ વધુ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે મૌલિક નાદપરાને અન્ય ઘણી છોકરીઓ સાથે પણ સંબંધો હતા.

પીડિતાના જણાવ્યા મુજબ, મૌલિક છોકરીઓને નોકરી પર રાખીને તેમનું શારીરિક શોષણ કરતો હતો. વ્યક્તિગત સંબંધોના ખુલાસા કરતાં પીડિતાએ દાવો કર્યો હતો કે, “અમારા પ્રેમ સંબંધની વાત તેના પત્નીને પણ જાણ હતી.” વધુમાં, પીડિતાએ જણાવ્યું કે મૌલિક તેની પત્નીને ‘મેન્યુપ્યુલેટ’ કરતો હતો. આ આક્ષેપો બાદ યુવતીએ વધુ એક CCTV ફૂટેજ જાહેર કર્યો છે, જેમાં મૌલિક નાદપરા અન્ય એક યુવતી સાથે જોવા મળ્યો હતો. આ નવા ફૂટેજે મૌલિક નાદપરાના જીવન અને વ્યવહાર અંગેના પીડિતાના આક્ષેપોને વધુ પુષ્ટિ આપી છે, જેના કારણે આ કેસમાં તપાસનું ક્ષેત્ર વિસ્તર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments