E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અનુપમ બ્રિજ નજીક ST બસે વિદ્યાર્થીને કચડ્યો, ઘટનાસ્થળે જ...

Ahmedabad : અનુપમ બ્રિજ નજીક ST બસે વિદ્યાર્થીને કચડ્યો, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

આ અકસ્માતને પગલે વિસ્તારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત અનુપમ બ્રિજની નજીક થયો હતો.

અમદાવાદના અનુપમ બ્રિજ નજીક આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. એક એસ.ટી. બસના ચાલકે બેફામ રીતે બસ ચલાવીને એક વિદ્યાર્થીને ટક્કર મારતાં તે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ભારે ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત અનુપમ બ્રિજની નજીક થયો હતો.

એસ.ટી. બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો કે અન્ય કોઈ કારણસર, પણ વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ટ્રાફિક અને માર્ગ સલામતીના નિયમોના પાલન પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments