ડભોઈ ST ડેપો પર સુરક્ષા સેતુ સોસાયટી’ દ્વારા મહિલા જાગૃતિ માટે રંગલો-રંગલી નાટકનું આયોજન ડભોઈ એસ.ટી. ડેપો ખાતે સમાજમાં મહિલા સુરક્ષા અને જાગૃતિ માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓને તેમના અધિકારો અને સલામતી વિશે જાગૃત કરવા માટે જાહેરમાં રંગલો અને રંગલીના લોકપ્રિય પાત્રો દ્વારા એક રમૂજી નાટક રજૂ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થિનીઓ અને મહિલા મુસાફરોએ માણ્યો કાર્યક્રમનો લાભ આ જાગૃતિલક્ષી નાટક નિહાળવા માટે એસ.ટી. ડેપોમાં મુસાફરી અર્થે ઊભેલી મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ કોલેજ, હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

મનોરંજન સાથે જ્ઞાન આપતા આ નાટકનો સૌએ આનંદ માણ્યો હતો અને મહિલા સશક્તિકરણ તેમજ સલામતી સંબંધિત મહત્ત્વની જાણકારી મેળવી હતી મહિલા સુરક્ષા અને કાનૂની મદદની વિસ્તૃત જાણકારી કાર્યક્રમ દરમિયાન સરકારની મહિલાલક્ષી યોજનાઓ અને સંસ્થાઓ વિશે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજમાં મહિલાઓને સંપૂર્ણ સન્માન મળી રહે અને તેમના પરના અત્યાચાર દૂર થાય તે આવશ્યક છે આ પ્રસંગે ડભોઈ પોલીસ સ્ટેશનના HC અનિલભાઈ શરદભાઈ અને WHC રવિનાબેન જનિયાભાઈ પોલીસ તેમજ NGO જેવી મહિલાઓને મદદરૂપ થતી સંસ્થાઓની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી મહિલાઓ પર થતા અત્યાચારો અને તેના નિવારણ માટેના કાનૂની પગલાં વ્યસન મુક્તિનું મહત્ત્વ.સાયબર ક્રાઈમ અને તેનાથી બચવાના ઉપાયો.વિવિધ પ્રકારની મદદ માટેના હેલ્પલાઇન નંબરોની માહિતી પણ આપવામાં આવી હતી:
આ ઉપરાંત, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને માહિતીસભર પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી આ મહત્ત્વની માહિતી લાંબા સમય સુધી લોકોની સ્મૃતિમાં રહે.
Reporter : ફકીરા ખત્રી ડભોઈ


