E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : ગોગો પેપર પર SOG પોલીસની લાલ આંખ, નશાના સેવન...

Ahmedabad : ગોગો પેપર પર SOG પોલીસની લાલ આંખ, નશાના સેવન માટે થતા ઉપયોગની તપાસ શરૂ

અમદાવાદ શહેરમાં ગોગો પેપર ના વેચાણ અને તેના નશાના સેવન માટે થતા ઉપયોગ અંગે SOG પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. યુવાનોમાં નશાના સેવન માટે આ પેપરનો ઉપયોગ વધ્યો હોવાની માહિતીના આધારે SOG પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારના પાન પાર્લરોમાં દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. આ પેપરનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગોગો પેપરનો ઉપયોગ એક પ્રકારના નશા માટે કરવામાં આવે છે.

જે યુવા પેઢી માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. SOG પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આવા ગેરકાયદેસર અને નશાકારક પદાર્થોના વેચાણને રોકવાનો અને યુવાનોને તેનાથી દૂર રાખવાનો છે. પોલીસે પાન પાર્લરોના સંચાલકોને ચેતવણી આપી છે કે જો તેઓ આ પ્રકારના નશાકારક પદાર્થોનું વેચાણ કરતા પકડાશે તો તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments