E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : યુવક અને યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, યુવકનું મોત, ડેઇલી...

Ahmedabad : યુવક અને યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, યુવકનું મોત, ડેઇલી સ્ટે હોટલમાં બની ઘટના

અમદાવાદ શહેરમાં આવેલા અપોલો સર્કલ પાસે આવેલી ડેઈલી સ્ટે હોટલમાં એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.અમદાવાદમાં એક યુવક અને યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ બંનેએ હાથની નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકનું મોત થયું છે. જ્યારે યુવતી હાલ સારવાર હેઠળ છે. અમદાવાદ શહેરમાં સતત વધી રહેલી આત્મહત્યાની ઘટનાઓના પગલે લોકો અને તંત્ર ચિંતામાં છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા અપોલો સર્કલ પાસે આવેલી ડેઈલી સ્ટે હોટલમાં એક યુવક અને યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ અંગેની જાણ હોટલ સ્ટાફને થતા તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસ ઘાયલ યુવક યુવતીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે યુવતીની હાલત ગંભીર છે. આ બંનેએ હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે અમદાવાદ એરપોર્ટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments