E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં...

Ahmedabad : અમદાવાદ બાદ વડોદરામાં કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી જિલ્લા કલેક્ટર કચેરીને આજે એક નનામા ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીના પગલે સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, આજે સવારે કલેક્ટર કચેરીના સત્તાવાર ઈ-મેલ આઈડી પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. આ મેલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, કચેરીના પરિસરમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને આજે બપોરે 1:00 વાગ્યે તેમાં વિસ્ફોટ થશે. આ મેલ વાંચતાની સાથે જ અધિકારીઓના હોશ ઉડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

ધમકી મળતાની સાથે જ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કોઈપણ જાનહાનિ ન થાય તે માટે કચેરીના તમામ વિભાગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા તમામ કર્મચારીઓને અડધા દિવસની રજા આપી દેવામાં આવી હતી અને પરિસરની બહાર મોકલી દેવાયા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, બપોરે 1 વાગ્યાના સમયને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાનીપૂર્વક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, હજુ સુધી તપાસ દરમિયાન પરિસરમાંથી કોઈ વાંધાજનક કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. તેમ છતાં, સુરક્ષાના કારણોસર હજુ પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ ગંભીર મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચ પણ એક્ટિવ થઈ છે. ઈ-મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની તપાસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી કરવામાં આવી રહી છે. કોઈએ તોફાન કરવા માટે કે જાણીજોઈને ભય ફેલાવવા માટે આ કૃત્ય કર્યું છે કે કેમ, તે દિશામાં પણ પોલીસે તપાસ તેજ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments