E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBhavnagar : ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન: વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે...

Bhavnagar : ભાવનગરમાં ફરી હિટ એન્ડ રન: વાઘાવાડી રોડ પર બાઈક ચાલકે રોંગ સાઈડમાં બે યુવતીને અડફેટે લેતા એકનું મોત

ભાવનગરના વ્યસ્ત ગણાતા વાઘાવાડી રોડ પર હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સેન્ટ્રલ સોલ્ટ સામે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવતા એક બાઈકચાલકે બે સગી બહેનોને અડફેટે લેતા એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે બીજી બહેન જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ સોલ્ટની સામેથી પસાર થઈ રહેલી બે સગી બહેનોને રોંગ સાઈડમાં ધસી આવેલા એક બાઈકચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 18 વર્ષીય રિદ્ધિ ચૌહાણનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. જ્યારે તેની મોટી બહેન જાનવીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ તેની હાલત અત્યંત નાજુક હોવાથી તે ICUમાં સારવાર હેઠળ છે.

અકસ્માત સર્જનાર બાઈકચાલક અકસ્માત બાદ પોતાની બાઈક સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી, આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજના આધારે ફરાર બાઈકચાલકની શોધખોળ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વલભીપુર-બરવાળા રોડ પરથી પસાર થઈ રહેલા ઋષીરાજસિંહ હાલુંભા ગોહિલ નામના યુવકને એક પુરપાટ ઝડપે આવતા પીકઅપ વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઋષીરાજસિંહને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments