વડોદરામાં ટ્રાફિકથી ધમધમતા અને સમા-મંગલ પાંડે રોડના અગોરા મોલ પાસે વધુ એક ભુવો પડ્યો છે. જેમાં ફસાયેલી ટ્રકના કારણે એક બાજુનો રસ્તો બંધ થઈ જતા ટ્રાફિકજામ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે સંસ્કાર નગરી વડોદરાને હવે નવું નામ ખાડોદરા આપવા પાલિકા તંત્ર મક્કમ હોય એવી રીતે શહેરમાં ઠેર ઠેર ચર્ચા જાગી છે. ત્યારે ટ્રાફિકથી ધમધમતા અને રાત્રી બજારથી સમા તરફ જતા મંગલ પાંડે રોડ પર મસમોટો ભુવો પડ્યો છે. દરમિયાન પસાર થતી એક ટ્રક ભુવામાં ફસાઈ જતા એક બાજુનો ટ્રાફિક બંધ થઈ જવાના કારણે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં ચારે બાજુએ બની રહેલા નવા રોડના મટીરીયલ બાબતે તંત્ર દ્વારા યોગ્ય ચકાસણી થાય તે જરૂરી છે.


