ડભોઇ: એક તરફ સરકાર દ્વારા ‘સ્વચ્છતા પખવાડિયું’ ઉજવીને ફોટા પડાવવામાં આવે છે, ત્યારે ડભોઇના આધુનિક બનેલા એસટી ડેપોમાં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે ડેપોમાં કચરો કચરાપેટીમાં જ નાખો તેવા સાયરન તો સતત ગુંજી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ત્યાં કચરો નાખવા માટે કચરાપેટીઓ જ ઉપલબ્ધ નથી. માત્ર લોખંડના સ્ટેન્ડ બાકી: ડેપો પરિસરમાં જ્યાં કચરાપેટીઓ હોવી જોઈએ, ત્યાં માત્ર લોખંડની એંગલો (સ્ટેન્ડ) ઉભી છે. અંદરથી પેટીઓ ગાયબ થઈ ગઈ છે.હજારો મુસાફરો પરેશાન: ડભોઇ તાલુકાના 118 ગામના લોકો, હજારો વિદ્યાર્થીઓ અને અન્ય શહેરો તરફ જતા મુસાફરો આ ડેપોનો ઉપયોગ કરે છે. કચરાપેટી ન હોવાને કારણે તેઓ કચરો ફેંકે ક્યાં તે એક મોટો પ્રશ્ન છે.તંત્રની ઉદાસીનતા: ડેપોને આધુનિક બનાવવામાં આવ્યો છે, પરંતુ પાયાની સુવિધા જેવી કે કચરાપેટીની જાળવણીમાં તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે.લોક માંગ મુસાફરો અને વિદ્યાર્થીઓની માંગ છે કે માત્ર સાયરન વગાડવાને બદલે વહેલી તકે નવી કચરાપેટીઓ મૂકવામાં આવે જેથી સ્વચ્છતા અભિયાન સાચા અર્થમાં સચવાય.ડભોઇ એસટી ડેપોની કમનસીબી: સાયરન કહે છે ‘કચરો પેટીમાં નાખો પણ પેટીઓ જ ગાયબ
સ્વચ્છતા અભિયાનના લીરેલીરા: ડભોઇ ડેપોમાં કચરાપેટીના નામે માત્ર લોખંડના હાડપિંજર.તંત્ર જાગો ડભોઇ ડેપોમાં 118 ગામના મુસાફરો કચરો નાખવા કચરાપેટી શોધી રહ્યા છે.ફોટા પડાવવાનું બંધ કરો, સુવિધા આપો: ડભોઇ એસટી ડેપોમાં કચરાપેટીઓ મુકવા ઉઠી માંગ.

Reporter : ફકીરા ખત્રી ડભોઈ


