ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અને ત્રણ મોટા શહેરોને સાંકળતી ડભોઇની વેગા ચોકડી ત્રણ રસ્તા હાલ વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. અહીં ટ્રાફિક સિગ્નલ કે યોગ્ય દિશા-સૂચક ચિન્હોના અભાવે દરરોજ ટ્રાફિક જામ અને નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્રિભેટો અને ભારે ટ્રાફિક: વેગા ચોકડીથી એક તરફ વડોદરા, બીજી તરફ બોડેલી અને ત્રીજી તરફ રાજપીપળા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) જવાનો મુખ્ય માર્ગ આવેલો છે. ત્રણ મહત્વના રૂટ હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોની ભારે અવરજવર રહે છે.

સિગ્નલનો અભાવ: આટલી મહત્વની ચોકડી હોવા છતાં સર્કલ પર કોઈ પણ પ્રકારની લાલ-લીલી લાઈટો (ટ્રાફિક સિગ્નલ) મૂકવામાં આવ્યા નથી. જેના કારણે વાહનો સામસામે આવી જાય છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે બ્રિજ પરથી આવતી સ્પીડ: બ્રિજ પરથી ઉતરતા વાહનો ખૂબ જ ઝડપમાં હોય છે. સર્કલ પાસે પહોંચતા જ કોઈ સંકેત ન હોવાથી ચાલકો વાહન પર કાબૂ ગુમાવે છે, જે અકસ્માતનું મુખ્ય કારણ બને છે.સ્થાનિકો અને મુસાફરોની હાલાકી હાલમાં આ સર્કલ પર વાહનોનો મેળાવડો જામી જાય છે. સ્ટેટ હાઈવે હોવાથી અહીંથી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પસાર થાય છે. ટ્રાફિક નિયમન માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી વાહનચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળે છે.અધિકારીઓ ઊંઘમાંથી જાગે તે જરૂરી છે.
જો સ્ટેટ હાઇવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાફિક સિગ્નલ અને રાત્રિના સમયે દેખાય તેવા રિફ્લેક્ટર્સ કે ચિન્હો મુકવામાં આવે, તો જાનહાનિ અટકાવી શકાય તેમ છે. તંત્ર પાસે લોક માંગ વેગા સર્કલ પર તાત્કાલિક ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવામાં આવે.ચારેય બાજુ સ્પષ્ટ દિશા-સૂચક બોર્ડ અને સ્પીડ બ્રેકરના ચિન્હો મૂકવામાં આવે.
પીક અવર્સ દરમિયાન ટ્રાફિક પોલીસ કે હોમગાર્ડના જવાનોની નિમણૂક કરવામાં આવે. તેવી એના વાહનચાલકોની માંગ ઉઠવા પામી છે.
Reporter : ફકીરા ખત્રી ડભોઈ


