E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajpipla : નર્મદા જિલ્લા બાર એસોસિએશન ચૂંટણીમાં પ્રમુખ પદે 12 મી વખત...

Rajpipla : નર્મદા જિલ્લા બાર એસોસિએશન ચૂંટણીમાં પ્રમુખ પદે 12 મી વખત કુ. વંદના ભટ્ટ બિનહરીફ ચૂંટાયા

આજ રોજ નર્મદા જિલ્લા બાર એસોસિએશનની યોજાયેલી ચૂંટણી રાજપીપલા કોર્ટ ખાતે યોજાઈ હતી .નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પદે 12 મી વખતકુ. વંદનાબેન ભટ્ટ બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા . નોંધપાત્ર છે કે તેઓ છેલ્લા બાર (12) વર્ષથી સતત પ્રમુખ પદે સેવારત રહી બાર એસોસિએશનને માર્ગદર્શન આપી રહ્યા છે.આમ નર્મદા બાર એસોસિઅન માં પ્રમુખ તરીકે એકધારો મહિલા પ્રમુખ વંદના બેન ભટ્ટ નો ઈજારો રહ્યો હતો. આજની ચૂંટણીમાં મંત્રી પદે આદિલ પઠાણ. તેમજ ઉપ મંત્રી તરીકે પ્રવીણભાઈ તડવીપણ બિન હરીફ ચૂંટાયા હતા. એક માત્ર ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 135 મતદારોમાંથી 112 મતદારોએ મતદાન કર્યું હતું. મતગણતરી બાદ
ઉમેદવાર અશ્વિન રોહિતને : 41. મત અને પ્રમોદ વસાવાને 69 મત મળતા પ્રમોદ વસાવા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયાં હતા. 2મતો રદ થતા.


કુલ 112 મતો નું મતદાન થયું હતું .ચૂંટણી કમિશ્નર તરીકે જાવેદ સૈયદ, ઘનસ્યામ પંચાલ, ચિરાગ મલેકે સેવા આપી હતી.બાર પ્રમુખ વંદનાબેન ભટટે 12મી વખત પ્રમુખ બનાવવા બદલસૌનો આભાર માન્યો હતો.

Reporter : દીપક જગતાપ, રાજપીપલા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments