ભરૂચ બાર એસોસિએશનની વર્ષ 2025-26 ની ચૂંટણી ગતરોજ કોર્ટ બિલ્ડિંગ ખાતે ભારે ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ વર્ષની ચૂંટણીમાં ઇતિહાસમાં પ્રથમ વખત સહકાર, પરિવર્તન અને સમરસતા એમ ત્રણ પેનલ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. ખાસ કરીને ભાજપના લીગલ સેલ સાથે સંકળાયેલી બે અલગ પેનલ મેદાનમાં ઉતરતા કાનૂની આલમમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. બાર એસોસિએશનના કુલ 876 નોંધાયેલા મતદારો માટે સવારે 9:15 થી બપોરે 3:15 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી, જેમાં દરેક મતદારે હોદ્દેદારો અને કમિટી સભ્યો મળી કુલ 16 મત આપ્યા હતા.



