E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : પાલેજ પોલીસે ગૌ-વંશના ગુનેગારોના ઘરે ચાલતી વિજ ચોરી ઝડપી પાડી,...

Gujarat : પાલેજ પોલીસે ગૌ-વંશના ગુનેગારોના ઘરે ચાલતી વિજ ચોરી ઝડપી પાડી, કનેક્શન કાપી ₹86,000નો દંડ વસૂલ્યો

પાલેજ પોલીસની ટીમે વિસ્તારના લિસ્ટેડ ગુનેગારોની યાદી તૈયાર કરી DGVCLના કર્મચારીઓ સાથે રાખી તેમના રહેણાંક સ્થાનો પર આકસ્મિક તપાસ હાથ ધરી હતી.

આ તપાસ દરમિયાન ટંકારીયા ગામના મીનાઝ પાર્ક વિસ્તારમાં રહેતા અને ગૌ-વંશના ગુનાઓમાં સંડોવાયેલા અસ્લમ યુસુફ ઉમટા તથા હમ્જા યુસુફ ઉમટાના ઘરે ગેરકાયદેસર વિજ જોડાણ (ડાયરેક્ટ લાઈન) મળી આવ્યું હતું. વિજ ચોરીનો પર્દાફાશ થતા DGVCLની ટીમે તાત્કાલિક અસરથી બંનેના વિજ કનેક્શન કાપી નાખી કુલ ₹86,000નો દંડ ફટકાર્યો હતો. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો સામે આગામી દિવસોમાં પણ આવી કડક ઝુંબેશ જારી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments