E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : જેતપુર ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશન ગુનામાં એક વર્ષથી ફરાર રાજસ્થાન શખ્સને...

Rajkot : જેતપુર ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશન ગુનામાં એક વર્ષથી ફરાર રાજસ્થાન શખ્સને ઝડપી લીધો

જેતપુર ઉદ્યોગનગર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર રાજસ્થાની શખ્સને ઝડપી પાડયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

રાજકોટ જીલ્લાના પોલીસ વડા વિજયસિંહ ગુર્જર નાઓ દ્વારા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોઇ અન્વયે જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર ડો. એમ.એમ.ઠાકોર દ્વારા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી, અલગ અલગ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોઇ જે અન્વયે સર્વેલન્સ ટીમ દ્વારા જેતપુર ઉદ્યોગનગર પો.સ્ટે. ના છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી (૧) મનોહર મનોહરશીંગ રાવતશીંગ રાજપુત, ઉ.વ.-૪૨, ધંધો-ખેતી, રહે. ચોકલા, તા.બાયતુ, જી.બાડમેર, (થાના- નાગાણા) રાજસ્થાનની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં પીઆઈ ડો. એમ.એમ.ઠાકોર, પીએસઆઈ એલ.ડી.મેતા, એએસઆઈ સંજયભાઇ પરમાર, હેંડ કોન્સ્ટેબલ રીઝવાનભાઇ સિંજાત, હિતેષભાઇ વરૂ, અજયભાઇ રાઠોડ, વાસુદેવસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ચેતનભાઇ ઠાકોર સહિતના જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments