વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે વાપીના વિવિધ વિસ્તારોમાં આવેલા ૧૧ પાન પાર્લર અને એક મુખ્ય ગોડાઉન પર અચાનક દરોડા પાડી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ ઓપરેશન દરમિયાન પોલીસે નંગ-૩૪,૪૦૧ જેટલા પ્રતિબંધિત પેપરો સહિત કુલ રૂ. ૪,૩૫,૫૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા ૧૨ જેટલા પરપ્રાંતિય શખ્સો, જેમાં ધર્મેન્દ્ર જૈશવાલ, ઉવેશ આલમ, આર્યન શુક્લા, બાબુલાલ માલી, દિનેશ મહતો, ગુરુકુમાર સાહ, દીપક મહેતા, શેખ મહોમદ મરગુબ, સુદામા રાજભર, વિનોદકુમાર ગજરા, બેનુધર જાના અને ઉત્તમકુમાર માલીનો સમાવેશ થાય છે, તેમની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ સંબંધિત પોલીસ મથકોમાં ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


