E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઇડરના બોલુન્દ્રા (સોનગરા)ની મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી

Gujarat : ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઇડરના બોલુન્દ્રા (સોનગરા)ની મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી

સાબરકાંઠા જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઇડરના બોલુન્દ્રા (સોનગરા) મહિલાની સ્વસ્થ પ્રસુતિ કરાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

વિગત કંઈક એવી છે કે ઈડર તાલુકાના બોલુન્દ્રા (સોનગરા) કુવા ઉપર રહેતા નિશાબેન કાળુભાઈ ગમારને પ્રસુતિ ની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવારની જરૂર હતી. આથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક સાધ્યો હતો. ૧૦૮માં ઇ એમ ટી પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરીયા એમના ખેતરે પહોંચીને તપાસ કરતા ડીલેવરીનો દુખાવો વધારે હોવાથી સ્થળ પર જ ડીલેવરી કરાવાની ફરજ પડી હતી. એમ્બ્યુલન્સમાં પૂરતી સામગ્રી અને ડોક્ટરની સલાહ મુજબ માતાની ડીલેવરી ખેતરમાં જ કરાવી હતી. ત્યાં સારવાર આપ્યા બાદ માતા અને બાળક બંનેને વધુ સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ જશવંતગઢ ખાતે પહોંચાડતા પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાનો આભાર માન્યો હતો.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments