E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : અંકલેશ્વર પોલીસે પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનના જોધપુરથી ઝડપી પાડ્યો

Gujarat : અંકલેશ્વર પોલીસે પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજસ્થાનના જોધપુરથી ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે આંતરરાજ્ય ઓપરેશન પાર પાડીને છેલ્લા પાંચ વર્ષથી કાયદાની પકડથી દૂર ભાગતા એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઈ.પી.સી. હેઠળના ગુનાહિત વિશ્વાસઘાતના કેસમાં આરોપી જશવંત સુનીલભાઈ બિશ્નોઈ (રહે. રૂડકલી, જિ. જોધપુર, રાજસ્થાન) વર્ષ ૨૦૨૦થી નાસતો-ફરતો હતો. અંકલેશ્વર પોલીસને સચોટ બાતમી મળી હતી કે આરોપી હાલ જોધપુર નજીકના એક ગામમાં છુપાયેલો છે, જેના આધારે તાત્કાલિક પોલીસ ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી હતી. પોલીસે જોધપુર ખાતે સ્થાનિક વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો અને અંકલેશ્વર લાવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments