E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : પિંપરી પોસ્ટ ઓફિસ ખાતે વિદાય સમારંભ યોજાયો

Gujarat : પિંપરી પોસ્ટ ઓફિસ ખાતે વિદાય સમારંભ યોજાયો

ડાંગ જિલ્લાના આહવા ડિવિઝન હેઠળ આવતી પિંપરી પોસ્ટ ઓફિસ ખાતે ફરજ બજાવતા બે કર્મનિષ્ઠ કર્મચારીઓનો વિદાય સમારંભ તાજેતરમાં યોજાયો હતો. પોસ્ટલ વિભાગના કર્મચારી લક્ષ્મણભાઈ સોલંકી અને જીનલબેન પ્રજાપતિની તેઓના વતનમાં બદલી થતા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


​આ પ્રસંગે આનંદકુમાર હળપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સહ-કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનોએ બંને કર્મચારીઓની સેવાકીય નિષ્ઠાને બિરદાવી હતી. પિંપરી વિસ્તારમાં ફરજ દરમિયાન તેઓએ લોકો સાથે કેળવેલા સુમેળભર્યા સંબંધોને યાદ કરી સૌ ભાવવિભોર થયા હતા.
​ઉપસ્થિત મહાનુભાવો અને સાથી કર્મચારીઓએ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી બંનેને સન્માનિત કર્યા હતા અને તેમના વતનમાં આગામી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં, બંને કર્મચારીઓએ પિંપરીના રહિવાસીઓ અને સ્ટાફ તરફથી મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments