શહેરના ક્રિકેટ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતા અમ્પાયર તથા ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અંદાજે ૬૭ વર્ષના રવિ દેશમુખનું નિધન થયું છે.

શનિવારે રવિ દેશમુખનું નિધન થયું હતું. તેમના અવસાનના સમાચારથી પરિવારજનો ઉપરાંત ક્રિકેટ ક્ષેત્રે શોકનું મોજું ફરી વળ્યું છે.
રવિ દેશમુખે અનેક મહત્વપૂર્ણ ક્રિકેટ મેચોમાં અમ્પાયર તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી તેઓ રણજી ટ્રોફીના ખેલાડી પણ રહ્યા હતા. બેટ્સમેન અને વિકેટકીપર તરીકે તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. એમ.એસ. યુનિવર્સિટી તરફથી ચાર દિવસીય મેચમાં ૪૪૨ રનની તેમની સર્વોચ્ચ ઈનિંગ્સ આજે પણ રેકોર્ડ તરીકે નોંધાયેલી છે.
આ ઉપરાંત તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં અમ્પાયર, મેનેજર, સિલેક્ટર સહિત વિવિધ કમિટીઓમાં રહીને ક્રિકેટના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા હતા.


