એટલીની અલ્લુ અર્જુન અને દીપિકા પદુકોણની સાઇ-ફાઇ ફિલ્મની સ્ટોરી લાંબી હોવાથી તેને બે ભાગમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે સત્તાવાર રીતે સમર્થન આપવામા ંઆવ્યું નથી. ધુરંધરની સફળતા પછી આ ફેંસલો લેવામાં ઓવ્યો હોવાનું કહેવાય છે. હાલ આ ફિલ્મનું કામચલાઉ શીર્ષક ‘એએ૨૨એક્સએ૬’ રાખવામાં આવ્યું છે. જે પછીથી બદલી નાખવામાં આવશે. જો બધુ સમૂસુથરું પાર પડશે તો ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬ના અંતમાં રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મને લઇને એક અપડેટ છ ેકે, ધુરધંરી સફળતા જોઇને આ ફિલ્મને પણ બે ભાગમાં રિલીઝ કરવાનો પ્લાન કરવામાં આવ્યો છે. એેક રિપોર્ટના અનુસાર, ફિલ્મનું ૬૦ ટકા શૂટિંગ થઇ ગયું છે અને એક એક અંડર વોટર સીકવન્સ પર શૂટિંગ ચાલુ છે. હવે એક નવા અપડેટના અનુસાર, ફિલ્મસર્જકે ફિલ્મના કોમ્પલેક્સ વિઝ્યુઅલ અને પોસ્ટ પ્રોડકશનના કારણે આ ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાની યોજના કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ એકશનથી ભરપુર છે અને નિર્માતાઓએ એકશન કોરિયોગ્રાફી માટે હોલીવૂડના ટેકનીશિયનો અને વિશેષજ્ઞાોને કામ પર રાખ્યા છે.આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, દીપિકા પદુકોણ, મૃણાલ ઠાકરુ અને રશ્મિકા મંદાના પણ જોવા મળશે.


