E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ

Gujarat : ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ

સાયબર ક્રાઇમ માટે વિદેશથી થતી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. કરજણના બે શખ્સોના બેન્ક એકાઉન્ટોનો ઉપયોગ કરી લાખો રૃપિયા ટ્રાન્સફર કરાયા હોવાનું બહાર આવ્યું છે. ભરૃચના એક શખ્સે કરજણના બંને યુવાનોને કમિશનની લાલચમાં ભોળવ્યા  હોવાની વિગતો જાણવા મળી છે.

સોહીલ સાદીક પટેલ (રહે.ભાથુજી મંદિરવાળી લાઇન, જલારામનગર, કરજણ), મોહસીન ફટકીયા (રહે.સાંસરોદ) અનેસયાન  પટેલ (રહે.ભરૃચ) સામે જિલ્લા પોલીસે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સમન્વય પોર્ટલ દ્વારા મ્યૂલ એકાઉન્ટની તપાસમાં કરજણની એચડીએફસી બેંકના બે એકાઉન્ટોની વિગતો બહાર આવી હતી. આ એકાઉન્ટ ધારક સામે કેરાલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તેલંગણામાં ફરિયાદો રજિસ્ટર થઇ  હતી.એચડીએફસીમાં એકાઉન્ટ સોહીલ પટેલના નામે તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ઓપન થયું હતું. બાદમાં આ એકાઉન્ટમાં તા.૧૬ એપ્રિલથી તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધીમાં એટલે ક માત્ર સાત દિવસમાં જ આ એકાઉન્ટમાં રૃા.૫૫.૭૩ લાખ ઓનલાઇન યુપીઆઇથી જમા થયા  હતાં અને બાદમાં યુપીઆઇથી અલગ અલગ બેંકોમાં આ રકમ ટ્રાન્સફર થઇ તે બેંકમાંથી પણ રકમ ઉપાડી લેવામાં આવી હતી. પોલીસે સોહીલની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે મોહસીને તેના મિત્ર સયાનનો સંપર્ક કરાવ્યો  હતો અને તેના કહેવાથી આ બેન્કનું ખાતું ઓપરેટ થતું હતું.

પોલીસે સયાન પટેલ ઉપરાંત સાહીલશા હુસેનશા દિવાન (રહે.મસ્જિદ ફળિયું, નવાબજાર, કરજણ) અને સોયબ મલેક (રહે.ઓમ શાંતિનગર, કરજણ) સામે બીજી ફરિયાદ નોધાવી છે જેમાં જણાવ્યું છે કે એચડીએફસીના સાહીલશાના એકાઉન્ટ સામે આધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, ગોવા, કેરાલા, મહારાષ્ટ્ર, તામિલનાડુમાં ગુના નોધાયા  હતાં જેમાં સાયબર ક્રાઇમ માટે આ ખાતાનો ઉપયોગ થયો હતો. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે તા.૭મેથી તા.૧૭ મે ૨૦૨૫ના સમયગાળા દરમિયાન આ ખાતામાં યુપીઆઇથી રૃા.૯.૪૬ લાખ યુપીઆઇથી જમા થયા હતાં અને બાદમાં તે રકમ ઉપાડીને આંગડિયા મારફતે ભરૃચના સયાન પટેલને મોકલાતી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments