E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodBollywood : શાહિદ કપૂર સ્ટારર ફિલ્મમાં નહોતા મળ્યા પૈસા! 20 વર્ષ બાદ...

Bollywood : શાહિદ કપૂર સ્ટારર ફિલ્મમાં નહોતા મળ્યા પૈસા! 20 વર્ષ બાદ અભિનેત્રીનું દર્દ છલકાયું

રાધિકા આપ્ટે બી ટાઉનની જાણીતી અભિનેત્રી છે. તે પોતાના બેબાક અંદાજ માટે પણ જાણીતી છે. હવે તાજેતરમાં જે તણે એક ઈન્ટરવ્યૂમાં પોતાની ડેબ્યૂ ફિલ્મ વિશે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, નિર્માતાઓએ મને આ ફિલ્મ માટે પૈસા નહોતા આપ્યા.

હું મારી પહેલી ફિલ્મ ભૂલી જવા માગુ છું

રાધિકા આપ્ટેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂર્ણ કર્યા છે. અભિનેત્રીનું કહેવું છે કે, હું મારી પહેલી ફિલ્મ ભૂલી જવા માગુ છું. રાધિકાએ એક્ટર-ડાયરેક્ટર મહેશ માંજરેકરની 2005ની ફેન્ટસી કોમેડી ફિલ્મ ‘વાહ લાઈફ હો તો ઐસી’ માં સપોર્ટિંગ રોલ કર્યો હતો. આ ફિલ્મમાં શાહિદ કપૂર, સંજય દત્ત, અમૃતા રાવ અને અરશદ વારસી સહિત ઘણા કલાકારો હતા. રાધિકાએ પોતાના કરિયરની નિરાશાજનક શરૂઆત માટે પ્રોડ્યૂસર સંગીતા હિરને જવાબદાર ઠેરવી.

શાહિદ કપૂર સ્ટારર ફિલ્મમાં નહોતા મળ્યા પૈસા

આ ઈન્ટરવ્યૂમાં રાધિકા આપ્ટેએ સ્વીકાર્યું છે કે ‘મને મારી પહેલી ફિલ્મ સ્વીકારવાનો અફસોસ છે. એ ભયાનક પ્રોડ્યૂસર્સે મને ન તો રહેવાની વ્યવસ્થા કરી આપી કે ન તો પૈસા આપ્યા. જ્યારે મેં અને મારી માતાએ તેમને કોન્ટ્રાક્ટ સાઈન કરવા માટે કહ્યું, ત્યારે તેઓએ કહ્યું કે અરે, ઉર્મિલા માતોંડકરે પણ કોન્ટ્રાક્ટ સાઈન નથી કર્યો. મને ખબર નથી કે તેમણે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો કે નહીં પરંતુ તેઓએ અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું. મહેશ માંજરેકર ખૂબ જ સારા વ્યક્તિ હતા. હું તે ફિલ્મ ભૂલી જવા માંગુ છું કારણ કે, પ્રોડક્શન ખૂબ જ ખરાબ હતું. અને આ વાત હું ભારપૂર્વક કહી રહી છું.’રાધિકા આપ્ટેનું વર્ક ફ્રન્ટ

મોટા પડદા બાદ રાધિકા આપ્ટે હાલના સમયમાં OTTની ટોપ એક્ટ્રેસ બની ગઈ છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીની લેટેસ્ટ ફિલ્મ સાલી મોહબ્બત OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થઈ હતી. આગામી દિવસોમાં રાધિકાની નવી OTT ફિલ્મ રાત અકેલી હૈ 2 ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે. અભિનેત્રીની આ મર્ડર મિસ્ટ્રી થ્રિલર તમને OTT પ્લેટફોર્મ Netflix પર જોવા મળશે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments