મોડાસા અને આસપાસના વિસ્તારો માં ગત મોડી સાંજે મીની વાવાજોડું ત્રાટક્યું,મોડાસા શહેર ના હાર્દ સમાં વિસ્તાર માં એકાએક પવન ફૂંકાતા પૂર્ણિમા હોટલ પાસે આવેલા વર્ષો જુના મહાકાય વડ નું વૃક્ષ ધરાશઇ થયું જેના કારણે ભારે આફરા તફરી મચી હતી રસ્તા પર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી એવા માજ બાજુમાં આવેલ વિજપોલ ચાલુ લાઈને તૂટ્યો અને એક ઇકો ચાલક પસાર થતા હતા એમની ચાલુ ઇકો પર પડ્યો પણ વિજતાર જે રીતે પડ્યા હતા એ મુજબ સહેજ પણ કાર ને અસર થાય એમ નહોતી અને કાર ચાલાક શિફત પૂર્વક નીચે ઉતરી ગયો તેનો આબાદ બચાવ થયો હતો આ વિસ્તાર માં વીજળી પણ ડુલ થઈ હતી મોડી રાત સુધી લોકો ને ગરમી માં સમય વિતાવવાનો વારો આવ્યો હતો.

REPORTER : ઉમંગ રાવલ સાબરકાંઠા