અમેરિકામાં જેફરી એપસ્ટીનની ફાઇલ્સને લઇને વિવાદ થમવાનું નામ જ નથી લઇ રહ્યો. રાજકીય દબાણને કારણે ટ્રમ્પ સરકારે એપસ્ટીનની ફાઇલો જાહેર કરી છે.અમેરિકામાં જેફરી એપસ્ટીનની ફાઇલ્સને લઇને વિવાદ થમવાનું નામ જ નથી લઇ રહ્યો. રાજકીય દબાણને કારણે ટ્રમ્પ સરકારે એપસ્ટીનની ફાઇલો જાહેર કરી છે. પરંતુ 16 ફાઇલ્સ ગાયબ થવાથી નવો વિવાદ છેડાયો છે તો ટ્રમ્પ સરકારે તે ગાયબ ફાઇલ્સને પણ જાહેર કરી દીધી છે.
અમેરિકાના બહુચર્ચિત જેફરી એપસ્ટીન યૌન શોષણ કેસની જે 16 ફાઇલ્સ ગાયબ થઇ ગઇ હતી. તે હવે પાછી મળી ગઇ છે તેને વેબસાઇટ પર પણ અપલોડ કરી દેવામાં આવી છે. હાલમાં જ જાહેર કરેલા એપસ્ટીન ફાઇલ્સમાં આ 16 ફાઇલ્સ ન હોવાને કારણે વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો, જેને શાંત કરવા માટે અમેરિકી ન્યાય વિભાગે એ ફાઇલને પણ જાહેર કરી દીધી છે. સાથે જ ફાઇલ્સને ગાયબ થવાનુ કારણ પણ બતાવ્યુ.

આપને જણાવી દઈએ કે આ 16 ફાઈલોમાં એક દસ્તાવેજ એવી તસવીરોનો હતો, જે જેફરી એપસ્ટીનની મેજ અથવા તિજોરી પર રાખેલી જોવા મળી હતી. આ ફોટોમાં ડોનાલ્ડ ટ્રમ્પના 2 ફોટો પણ હતા. એક ફોટોમાં ડોનાલ્ડ ટ્રમ્પ મહિલાઓના એક ગ્રુપ સાથે ઊભા દેખાઈ રહ્યા હતા, જ્યારે બીજા ફોટોમાં તેઓ પોતાની પત્ની મેલેનિયા, એપસ્ટીન અને તેની સહયોગી ઘિસલેન મેક્સવેલ સાથે નજરે પડે છે. એપસ્ટીન સાથે બિલ ક્લિન્ટન અને પોપ જોન પોલ દ્વિતીયના ફોટોઝ પણ સામેલ છે.
અમેરિકાના ન્યાય વિભાગે કહ્યું કે ફોટોમાં દેખાતી પીડિતાઓની ઓળખ જાહેર થવાની આશંકાને કારણે આ ફાઈલો દૂર કરવામાં આવી હતી. પરંતુ વિરોધ બાદ તેને ફરીથી અપલોડ કરવામાં આવી છે અને ફોટોમાં દેખાતી છોકરીઓના ચહેરા ઢાંકી દેવામાં આવ્યા છે. હવે તે ફોટોમાઁથી કોઈ પણ પીડિતાની ઓળખ બહાર આવતી નથી. ન્યાય વિભાગે પોતાના X હેન્ડલ પર ટ્વીટ કરીને ફાઈલોને વેબસાઇટ પર અપલોડ કરવાની માહિતી લોકોને આપી છે.


