દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ખૂબજ ગંભીર બની ગઈ છે. દિવસે દિવસે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર તરફથી પ્રદૂષણને ઓછું કરવા માટે સતત પ્રયાયો હાથ ધરાયા છે. બીજી તરફ દિલ્હીમાં લગાવવામાં આવેલા GRAP-4ના પ્રતિબંધો પણ બેઅસર સાબિત થઈ રહ્યાં છે.
દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ખૂબજ ગંભીર બની ગઈ છે. દિવસે દિવસે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર તરફથી પ્રદૂષણને ઓછું કરવા માટે સતત પ્રયાયો હાથ ધરાયા છે. બીજી તરફ દિલ્હીમાં લગાવવામાં આવેલા GRAP-4ના પ્રતિબંધો પણ બેઅસર સાબિત થઈ રહ્યાં છે. આજે પણ દિલ્હીના મોટા ભાગના વિસ્તારો રેડ ઝોનમા મુકાયા છે. સમીર એપ પ્રમાણે આજે સોમવારે સવારે 6 વાગ્યે દિલ્હીનો ઓવરઓલ AQI 366 નોંધવામાં આવ્યો છે. આનંદ વિહારનો AQI 402,બવાનાનો 408, મુંડકામાં 400, નરેલામાં 418 અને રોહિણી વિસ્તારમાં 400, નોઈડામાં 352, ગાઝિયાબાદમાં 348 અને ગુરૂગ્રામમાં 325 AQI નોંધાયો છે.

આ વિસ્તારોમાં પ્રદૂષણને લઈને સ્થિતિ ખૂબજ ગંભીર જોવા મળી છે. લોકોને પ્રદૂષણને કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આંખોમા બળતરાના કિસ્સા પણ વધી રહ્યાં છે.દિલ્હીમાં પ્રદૂષણને કારણે વધી રહેલા ધુમ્મસથી લોકોની ચહલપહલમાં ઘટાડો નોંધાયો છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટિ પણ ઓછી થઈ ગઈ છે. દૂરનો નજારો જોવામાં પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં ઠંડીમાં પણ વધારો થઈ રહ્યો છે. બે દિવસથી ઠંડીનું પણ યલો એલર્ટ છે. આજે હવામાન વિભાગે ધુમ્મસનું પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.


