E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ગજેરા ગ્લોબલ શાળામાં વિદ્યાર્થીઓએ ‘ફાધર્સ ડે' ની ભવ્ય ઉજવણી કરી.

GUJARAT : ગજેરા ગ્લોબલ શાળામાં વિદ્યાર્થીઓએ ‘ફાધર્સ ડે’ ની ભવ્ય ઉજવણી કરી.

૧૫ મી જૂને ગજેરા ગ્લોબલ શાળાનાં વિદ્યાર્થીઓએ ‘ફાધર્સ ડે’ની ઉજવણીનું આયોજન કર્યું હતું. પરિવારના દરેક સભ્ય આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિ માટે તેમના પિતા ‘સુપર હીરો’ હોય છે. આપણા જીવનમાં તેમનું અહમ સ્થાન હોય છે, પિતા એ પરિવારના મુખિયા હોય; પરિવાર જ તેમની માટે મહત્વનો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી ગજેરા ગ્લોબલ શાળાના વિદ્યાર્થીઓએ એક અલગ અંદાજમાં ‘ફાધર્સ ડે’ ઉજવ્યો હતો. જેમાં પિતાઓ માટે ચેસ અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ પણ ઉપસ્થિત રહેલ. શાળાનાં પ્રિન્સિપાલ શ્રીમતી શ્વેતા પરિહારે સર્વેનું સ્વાગત કર્યું હતું અને ભાગ લેવા બદલ સર્વેને ધન્યવાદ પાઠવ્યા હતા. પરેડ અને ઓથ બાદ રમતો રમવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સમૂહ નૃત્ય દ્વારા પિતા પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા પ્રસ્તુત કરી હતી. વિજેતાઓને ટ્રોફી, મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં. અંતે ગજેરા ગ્લોબલ સ્કૂલનાં સ્પોર્ટ્સહેડ શ્રી ધવલ ચૌહાણે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

REPORTER : આસ્તિક પટેલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments