E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodara : ડભોઈ સોની સમાજનાં ગૌરવ સમાન બુરુન્ડી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હિરેન...

Vadodara : ડભોઈ સોની સમાજનાં ગૌરવ સમાન બુરુન્ડી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હિરેન સોની અને બુરુન્ડી ક્રિકેટનાં સ્થાપક મોહમ્મદ અલી બાદતે બુરુન્ડીમાં એમબી ક્રિકેટ ગ્રાઉન્ડનુ કર્યુ ઉદ્ઘાટન

મૂળ ગુજરાતનાં વડોદરા જિલ્લાના ડભોઈના વતની અને બુરુન્ડી ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ હિરેનકુમાર રમેશચંદ્ર સોની અને બુરુન્ડી ક્રિકેટના સ્થાપક અને કોસમડી ગામનાં વતની મોહમ્મદ અલી છેલ્લાં બે વર્ષથી આફ્રિકન દેશ બુરુન્ડીના સૌથી મોટાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગણના ધરાવતાં ગ્રાઉન્ડના વિકાસ માટે કામ કરી રહ્યાં હતાં.

જેથી બધાં ક્રિકેટનાં ખેલાડીઓ ત્યાં ક્રિકેટ રમી શકે અને તેનો આનંદ માણી શકે. આ પગલું આવનારી નવી યુવા પેઢીને પણ ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે. તેઓ આવનારાં સમયમાં ઘણી રમતો રમવા માટે વિસ્તાર વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે. બુરુન્ડીમાં આ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવવા માટે ઘણાં ઉદ્યોગપતિઓ અને એશિયન સમુદાયનાં લોકોએ તેમને ટેકો આપ્યો હતો. એમ.બી.ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરુન્ડીના ચેરમેન અકબરભાઈ ખોજાએ ફૂલોની માળા પહેરાવીને મોહમ્મદ અલીનો આભાર માન્યો હતો. ગુજરાત રાજયનાં ડભોઈ, કોસમડી અને સમગ્ર રાજ્ય માટે આ ખરેખર ગર્વની ક્ષણ છે કે, મૂળ ગુજરાતનાં આ લોકોએ આફ્રિકામાં ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે. આમ, વડોદરા જિલ્લાના ડભોઈના વતની અને ડભોઈ શ્રીમાળી સોની સમાજનાં ગૌરવ સમાન હિરેનકુમાર રમેશચંદ્ર સોનીએ સમગ્ર સોની સમાજનું વિદેશમાં ગૌરવ વધારતાં સમગ્ર સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાઈ જવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments