E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratBharuch : જંબુસરના દેવલા નજીક બોલેરો પિકઅપ પલટી: ૨૧ વર્ષીય યુવાનનું મોત,...

Bharuch : જંબુસરના દેવલા નજીક બોલેરો પિકઅપ પલટી: ૨૧ વર્ષીય યુવાનનું મોત, ૪ ઘાયલ


​ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલાથી કપુરીયા ચોકડી વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગના જમણવારના વાસણો ખાલી કરીને પરત ફરી રહેલી બોલેરો પિકઅપ ગાડી પલટી ખાઈ જતાં એક આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણથી ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.


​ ​મળતી માહિતી મુજબ, બોલેરો પિકઅપ વાન જમણવારનો સામાન મૂકીને પરત ફરી રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં દેવલા ગામના સમીર શહીદ બાપુ (ઉં.વ. ૨૧) ને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વાહનમાં સવાર અન્ય ત્રણથી ચાર શખ્સોને વધતી-ઓછી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક જંબુસરની અલમાહમુદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
​ ​અકસ્માતની જાણ થતા જ જંબુસર પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે મૃતક સમીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોકલી આપી અકસ્માત અંગે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments