ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાજીપુર ગામના ખેતરમાં ધમધમતા મોટા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ત્રાટકીને લાખોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પી.આઈ. એમ.એસ. ત્રિવેદીની આગેવાનીમાં પડેલા આ દરોડામાં મહેસાણા, કડી અને સાણંદ પંથકના ૧૧ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.
બાતમીના આધારે SMC ની ટીમે હાજીપુર ગામમાં માનાભાઈના ખેતર પાસેના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જુગાર રમી રહ્યા હતા.
પોલીસની કાર્યવાહીમાં રોકડ રકમ ₹4,30,000/-, મોબાઈલ ફોન (૧૦ નંગ) કિંમત ₹1,26,000/-, વાહનો (૫ નંગ) કિંમત ₹20,60,000/- સહીત કુલ મુદ્દામાલ: ₹26,16,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
SMC દ્વારા આ તમામ વાહનો અને મુદ્દામાલ સાંતેજ પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

સ્થળ પરથી પકડાયેલ આરોપીઓ
(૧)રાજેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ – રહે. ભાવપુરા, તા. કડી, જી. મહેસાણા. (૨) યુસુફમિયા હૈદરમિયા કુરેશી – રહે. રાજપુર, તા. કડી, જી. મહેસાણા. (૩) અશોકજી કચરાજી ઠાકોર – રહે. રંગપુરડા, તા. કડી, જી. મહેસાણા. (૪) જતિન મધુભાઈ પટેલ – રહે. શાંતિનિકેતન સોસાયટી, કલોલ. (૫) નરેશભાઈ મૂળજીભાઈ પરમાર – રહે. હાજીપુર, તા. કડી, જી. મહેસાણા. (૬) મહેશજી ઉદાજી ઠાકોર – રહે. વડાવી, તા. કડી, જી. મહેસાણા. (૭) ઉસ્માનભાઈ જામાભાઈ જાદવ – રહે. અગોલ, તા. કડી, જી. મહેસાણા. (૮) જગદીશભાઈ જયંતિભાઈ પટેલ – રહે. નારાયણનગર, કરણનગર રોડ, કડી. (૯) દશરથજી લાલાજી ઠાકોર – રહે. હાજીપુર, તા. કડી, જી. મહેસાણા. (૧૦) સંજય મંગાજી ઠાકોર – રહે. હાજીપુર, તા. કડી, જી. મહેસાણા. (૧૧) અજિતસિંહ બાવલાભાઈ મકવાણા – રહે. વિરોચનનગર, તા. સાણંદ, જી. અમદાવાદ.
વોન્ટેડ આરોપીઓ
(૧) દિનેશજી સોમાજી ઠાકોર – રહે. કડી, જી. મહેસાણા (મુખ્ય આરોપી) (૨) મોહસીનખાન જરીફખાન પઠાણ – રહે. કડી, જી. મહેસાણા (મુખ્ય આરોપીનો ભાગીદાર) (૩) કાદર મુજાતભાઈ કુરેશી – રહે. મેડા આદરાજ, તા. કડી (વોચર/નજર રાખનાર) (૪) મુકેશ ઠાકોર – રહે. વડાવી, તા. કડી, જી. મહેસાણા. (૫) અજાણ્યો ઇસમ – જે બાઈક નંબર GJ-02 4364 પર જુગાર રમવા આવ્યો હતો. (૬) અજાણ્યો ઇસમ – જે નંબર વગરના એક્ટિવા પર જુગાર રમવા આવ્યો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારાની કલમ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓને સાંતેજ પોલીસને સોંપવામાં આવ્યા છે.


