- તલોદ ચાણક્ય વિધાસંકુલ ખાતે ચેમ્પિયનશીપ યોજાઇ
- સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા
- ૧૫૦ થી પણ વધારે વિધાર્થીઓએ ભાગ લીધો
- હાર્દિક બ્રહ્મભટ્ટ ના નેજા હેઠળ તાલીમ પામેલ વિધાર્થીઓ મેડલ જીત્યા
સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે ગોજુ રિયું કરાટે ચેમ્પિયનશીપ યોજાઇ તો સાસંદ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને મેડલ , સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામા આવ્યા તલોદ ખાતે આવેલ ચાણક્ય વિધા સંકુલ મા ૨૦૨૫ ગોજુ રિયું કરાટે ચેમ્પિયનશીપ સ્પર્ધા યોજાઈ હતી જેમા ૧૫૦ કરતા વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. - તો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા , માર્શલઆર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જનરલ સ્ક્રેટરી ગજાનંદ રાજપૂત , હરેશભાઇ રાવત , ચાણક્યવિદ્યાસંકુલના ટ્રસ્ટી હરેશભાઇ પટેલ , કિશોરભાઈ સોની, પ્રિન્સિપાલ એ.એસ.મેહતા , એકેડેમીક ડાયરેક્ટર જય કોટક હાજર રહ્યાં હતા તો હાર્દિક બ્રહ્મભટ્ટના નેજા હેઠળ તાલીમ લીધેલા બાળકો એ સુંદર પકરફોમાન્સ આપી મેડલ તેમજ સર્ટિફિકેટ જીત્યા હતા તો ઉપસ્થિત સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા વાલીઓ તેમજ શાળાને અપીલ કરી હતી બાળકો ને આવી યુદ્ધકલાઓની તાલીમ આપાવવી જોઈએ જેનાથી બાળકોમાં રહેલી શક્તિઓ બહાર આવેછે અને સેલ્ફ કોન્ફિડન્સ પણ વધે છે અને જીતેલા બાળકો તેમજ વલીઓને અભિનંદન પાઠવ્યા હતા તો કોચ હાર્દિક બ્રહ્મભટ્ટ દ્વારા સુંદર ટ્રેનિંગ આપવા બદલ સાંસદ દ્રારા અભિનંદન પાઠવ્યા હતા અને આવી જ રીતે જીલ્લા તેમજ રાજ્ય નું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી તો મહેસાણાની દ્રારા સુંદર માર્શલઆર્ટ નું ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું.

Reporter : ઉમંગ રાવલ સાબરકાંઠા


