E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ટેટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષકોની ભરતી માટે કૅબિનેટ શિક્ષણમંત્રી અને...

Gujarat : ટેટ પાસ ઉમેદવારો દ્વારા શિક્ષકોની ભરતી માટે કૅબિનેટ શિક્ષણમંત્રી અને સચિવને આવેદનપત્ર અપાયું

ગુજરાત રાજ્યના ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે કૅબિનેટ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને પ્રાથમિક શિક્ષણ સચિવને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 1400 જેટલી મંજૂર થયેલી વિદ્યાસહાયક(શિક્ષકો)ની ભરતી તથા સ્પેશિયલ કચ્છ ભરતીના બીજા રાઉન્ડ માટે આવેદન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારશ્રીના નાણાં વિભાગ દ્વારા તારીખ 03-04-2025 ના રોજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ખાલી પડેલી 1400 જેટલી જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપેલ છે, આ ભરતી ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. આ સિવાય વિદ્યાસહાયક સામાન્ય ભરતી(2024)ની પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવે તેવું આવેદન પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ખાસ ભરતી-2025 મા કચ્છ જિલ્લામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે જે સ્પેશિયલ ભરતી શરૂ કરાઈ હતી, તેમાં ગણિત- વિજ્ઞાન વિષયના પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.

પરંતુ જે તે કેટેગરિની હજુ પણ ઘણી જગ્યાઓ ખાલી છે, માટે બીજો તબક્કો સત્વરે જાહેર કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. વિદ્યાસહાયક સામાન્ય ભરતી વર્ષ 2024ની 13852 જગ્યાઓની ભરતીમાં બે તબ્બક્કાઓ પુર્ણ થઈ ગયેલ છે, અને હજુ ઘણી જગ્યાઓ ખાલી રહેલ છે, અને ઘણા પાત્ર ઉમેદવારો બાકી છે. ખાલી રહેલી જગ્યાઓ પર વેઇટિંગ રાઉન્ડ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે જેથી મેરિટમાં આવતા ઉમેદવારોને ન્યાય મળે. આ ઉપરાંત સામાજિક વિજ્ઞાન વિષયનું સામાન્ય અને કરછ ભરતીનુ વેઇટિંગ જલદી અને સમયસર આપવા વિનંતી કરવામાં આવી હતી. ઉમેદવારોને આશા છે કે શિક્ષણમંત્રીશ્રી, પ્રાથમિક શિક્ષણ વિભાગ અને પસંદગી સમિતિ આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવીને હજારો બેરોજગાર યુવાનો અને સરકારી તથા અનુદાનિત શાળામાં અભ્યાસ કરતા ગરીબ-મધ્યમ વર્ગીય બાળકોના હિતમાં વહેલી તકે નિર્ણય લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments