ભારતમાં અમેરિકી દૂતાવાસે સોમવારે જણાવ્યુ કે 15 ડિસેમ્બરથી જ અમેરિકાએ H1B અને H4 વિઝા અરજદારો માટે વિઝા સ્ક્રીનીંગ પ્રક્રિયા વધુ કડક કરી દીધી છે.ભારતમાં અમેરિકી દૂતાવાસે સોમવારે જણાવ્યુ કે 15 ડિસેમ્બરથી જ અમેરિકાએ H1B અને H4 વિઝા અરજદારો માટે વિઝા સ્ક્રીનીંગ પ્રક્રિયા વધુ કડક કરી દીધી છે. જેના હેઠળ હવે બંને વિઝા શ્રેણીઓએ દરેક અરજદારોની ઓનલાઇન ઉપસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા ન માત્ર ભારત પરંતુ આખી દુનિયાના દરેક દેશો અને રાષ્ટ્રીયતાઓના અરજદારો પર પણ લાગુ થશે.
દૂતાવાસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં આ મહિનાના અંતે યોજાનારા હજારો H1B વિઝા અરજદારોના પહેલેથી નક્કી કરાયેલા ઇન્ટરવ્યૂ અચાનક ઘણા મહિનાઓ માટે મુલતવી રાખવામાં આવ્યા છે. તેના કારણે મોટી સંખ્યામાં ભારતીય વ્યાવસાયિકોની યોજનાઓ પર અસર પડી છે.

અમેરિકી દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા કહ્યું કે H1B અને H4 વિઝા અરજદારો માટે વૈશ્વિક એલર્ટ: 15 ડિસેમ્બરથી વિદેશ વિભાગે માનક વિઝા સ્ક્રીનિંગના ભાગરૂપે તમામ H1B અને H4 અરજદારો માટે ઓનલાઈન હાજરીની સમીક્ષા વિસ્તૃત કરી છે.
દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે આ તપાસ કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વૈશ્વિક સ્તરે તમામ રાષ્ટ્રીયતાઓના H1B અને H4 વિઝા અરજદારો પર સમાન રીતે લાગુ કરવામાં આવી રહી છે.
H1B વિઝાનો ઉપયોગ અમેરિકન ટેક કંપનીઓ મોટા પ્રમાણમાં વિદેશી વ્યાવસાયિકોની ભરતી માટે કરે છે. ભારતીય વ્યાવસાયિકો ખાસ કરીને IT ક્ષેત્ર, એન્જિનિયરિંગ અને ડોક્ટરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો H1B વિઝા ધારકોનો સૌથી મોટો સમૂહ છે. આવી સ્થિતિમાં, નવી તપાસ પ્રક્રિયાનો અસર ભારતીય અરજદારો પર વ્યાપક રીતે પડવાની શક્યતા છે.
દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આ પગલું H1B વિઝા કાર્યક્રમના દુરુપયોગને રોકવાના હેતુથી લેવામાં આવ્યું છે. સાથે જ એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે અમેરિકન કંપનીઓ શ્રેષ્ઠ અસ્થાયી વિદેશી કામદારોની નિમણૂંક કરી શકે.


