E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodEntertainment : અગસ્ત્ય નંદાની ફિલ્મ "ઇક્કિસ" જોઈ અમિતાભ બચ્ચન થયા ભાવુક, Big...

Entertainment : અગસ્ત્ય નંદાની ફિલ્મ “ઇક્કિસ” જોઈ અમિતાભ બચ્ચન થયા ભાવુક, Big Bએ બ્લોગમાં વ્યક્ત કરી લાગણી

અગસ્ત્ય નંદા અને સિમર ભાટિયાની ફિલ્મ “ઇક્કિસ” 1 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલા મુંબઈમાં ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ફિલ્મના સ્ક્રીનિંગમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર પણ હાજર રહ્યા હતા. “ઇક્કિસ” જોઈ અમિતાભ બચ્ચન ભાવુક થયા. અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં પૌત્ર અગસ્ત્ય નંદાના અભિનય અને ફિલ્મની પ્રશંસા કરી. બિગ બીએ બ્લોગમાં લખ્યું કે ફિલ્મ એટલી જબરજસ્ત છે કે હું પલક પણ ના ફરકાવી શક્યો.

“ઇક્કિસ” ઇન્ડસ્ટ્રીના હી-મેન ધર્મેન્દ્રની આ છેલ્લી ફિલ્મ છે. મુંબઈમાં યોજાયેલ ફિલ્મના સ્ક્રીનિંગમાં બોલીવુડની અનેક હસ્તીઓ આવી હતી. આ ફિલ્મ જોયા બાદ અમિતાભ બચ્ચન પોતાને રોકી શકયા નહીં. બિગ બી પોતાના બ્લોગમાં લાગણી વ્યક્ત કરી. ઇન્ડસ્ટ્રીના શહેનશાહે લખ્યું કે ફિલ્મમાં અગસ્ત્ય નંદાનો અભિનય જોઈ હું ખૂબ પ્રભાવિત થયો. પોતાની પ્રથમ ફિલ્મમાં જ અગસ્ત્યએ બહુ સરસ કામ કર્યું છે. જયારે તેને પડદા પર જોયો ત્યારે શ્વેતાએ તેને જન્મ આપ્યો અને મારી સાથે રમ્યો, તેનું બાળપણથી યુવાનની સફર આંખો સમક્ષ આવી ગઈ.

બિગ બીએ તેમના પૌત્ર અગસ્ત્ય નંદાની પ્રશંસા કરતા કહ્યું કે તે ફિલ્મના દરેક દ્રશ્યમાં સંપૂર્ણ દેખાતો હતો. તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેની સમીક્ષા દાદા તરીકે નહીં, પરંતુ સિનેમા પ્રેમી તરીકે કરી રહ્યા છે. તેમણે લખ્યું, “અગસ્ત્યની પરિપક્વતા, પાત્ર પ્રત્યેની તેની અખંડ પ્રામાણિકતા, કોઈ કૃત્રિમતા નહીં, ફક્ત અરુણ ખેતરપાલ, 1971ના ભારત-પાક યુદ્ધમાં એક બહાદુર 21 વર્ષીય સૈનિક… દરેક શોટમાં સંપૂર્ણતા… જ્યારે તે સ્ક્રીન પર આવે છે, ત્યારે તમે ફક્ત અગસ્ત્યને જ જુઓ છો. આ દાદા બોલતા નથી, આ એક સિનેમા પ્રેમી બોલે છે.” તેમણે ફેન્સને આ ફિલ્મ જોવાની અપીલ કરી.

“ઇક્કિસ”માં બે નવોદિત કલાકારો છે. આ બંને કલાકારો બોલીવુડના સ્ટાર્સના ફેમીલી સાથે ઘરોબો ધરાવે છે. અક્ષય કુમારની ભત્રીજી, સિમર ભાટિયા અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા સાથે બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે. તેમની ફિલ્મ 1 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. 22 ડિસેમ્બરે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ યોજાયું હતું. સ્ક્રીનિંગમાં, અક્ષય કુમારે સિમર અને બહેન અલકા સાથે પોઝ આપ્યો. ચાહકો મોટા પડદા પર આ નવા કલાકારોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments